Q01. રૂઢિપ્રયોગના અર્થની દૃષ્ટિએ કયું જોડકું અસંગત છે ?
A ઉચાળા ભરવા — ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું.
B પગરણ માંડવા — શરૂઆત કરવી
C બે પાંદડે થવું — દુઃખી થવું, ગરીબ બની જવું.
D મનમાં ગાંઠ વાળવી — નક્કી કરવું
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: બે પાંદડે થવું — દુઃખી થવું, ગરીબ બની જવું.
Q02. આપેલ સંધિ વિગ્રહ માટે સાચો વિકલ્પ કયો છે ? સિંધુ + ઊર્મિ
A સિંધૂર્મિ
B સિંધુમી
C સિંધુર્મિ
D સૌંધૂર્મિ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સિંધૂર્મિ
Q03. નીચે પૈકી કયો એક સમાસ સર્વપદપ્રધાન સમાસનું ઉદાહરણ છે ?
A વનવાસ
B પાણીપોચું
C મગજમેળસ
D ભાઈબંધી
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: ભાઈબંધી
Q04. “ઓચિંતું કોઈ મને રસ્તે મળી ને કહી ધીમેથી પૂછે કે કેમ છે ?” — પંક્તિમાં પ્રયોજાયેલ રીતિવાચક ક્રિયાવિશેષણ માટે સાચો વિકલ્પ પસંદ કરો : (i) કોઈ-કદી (ii) ઓચિંતું-ધીમેથી (iii) રસ્તે-ધીમેથી (iv) મને-કદી
A (iii) અને (iv) માત્ર
B (i) અને (iii) માત્ર
C (ii) અને (iv) માત્ર
D માત્ર (ii)
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: માત્ર (ii)
Q05. નીચે આપેલ વિકલ્પો પૈકી કયા શબ્દનો પર્યાયવાચી ‘છગાડું’ થાય છે ?
A બકડું
B બોરિયું
C ડોરણું
D ભૂતાન
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: બકડું
Q06. “પાંચમે લઘુતા તોળો, ગુરુ છઠ્ઠે લખ્યો / બીજે ચોથે પદે બોલો શ્લોકમાં લઘુ સાતમો” — સૂત્ર કયા છંદના બંધારણનું છે ?
A અનુષ્ટુપ
B પૃથ્વી
C ચોપાઈ
D મંદાક્રાંતા
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: અનુષ્ટુપ
Q07. નીચેનામાંથી સંજ્ઞા અને તેના ઉદાહરણની કઈ જોડ સાચી છે ?
A વ્યક્તિવાચક સંજ્ઞા — નર્મદા, પર્વત, સમુદાય
B જાતિવાચક સંજ્ઞા — ચિત્ર, આંબુ, સાબરમતી
C દ્રવ્યવાચક સંજ્ઞા — દૂધ, ચોપડી, તકલીફ
D સમૂહવાચક સંજ્ઞા — સમિતિ, સભા, સેના
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સમૂહવાચક સંજ્ઞા — સમિતિ, સભા, સેના
Q08. “જીવલો કહે, પોયરા, દાળ ચોખા આપું તો ખીચડી બનાવી લાવ.” — વાક્યમાં અધોરેખિત સંજ્ઞાઓનો અનુક્રમે કયો પ્રકાર સાચો છે ?
A વ્યક્તિવાચક — દ્રવ્યવાચક — જાતિવાચક
B વ્યક્તિવાચક — જાતિવાચક — દ્રવ્યવાચક
C જાતિવાચક — વ્યક્તિવાચક — દ્રવ્યવાચક
D જાતિવાચક — દ્રવ્યવાચક — વ્યક્તિવાચક
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: વ્યક્તિવાચક — જાતિવાચક — દ્રવ્યવાચક
Q09. આપેલ વાક્યોમાંથી કયા વાક્યમાં ‘કે’ સંયોજક પરિણામવાચી સંયોજક તરીકે વપરાયેલ છે ?
A અનિલ ચા કે કોફી પીતો નથી.
B અનિલને ઓફિસમાં એટલું કામ હતું કે તેનાથી ઘરે જવાયું નહીં.
C અનિલ મુંબઈ નહીં આવે કેમ કે, તેની તબિયત સારી નથી.
D તારે લેસન કરવાનું હતું કે બહાર જવાનું હતું.
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: અનિલને ઓફિસમાં એટલું કામ હતું કે તેનાથી ઘરે જવાયું નહીં.
Q10. ‘તિમિર, ત્વચા, તૂટક, તંગ, તૃપ્તિ, ત્રિકોણ’ — શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
A ત્વચા, તંગ, ત્રિકોણ, તિમિર, તૃપ્તિ, તૂટક
B તંગ, ત્વચા, તૂટક, તૃપ્તિ, તિમિર, ત્રિકોણ
C તંગ, તિમિર, તૂટક, તૃપ્તિ, ત્રિકોણ, ત્વચા
D ત્રિકોણ, તંગ, તિમિર, ત્વચા, તૃપ્તિ, તૂટક
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: તંગ, તિમિર, તૂટક, તૃપ્તિ, ત્રિકોણ, ત્વચા
Q11. ‘આમ ચાલશો તો ક્યારે પહોંચશો ?’ — વાક્યમાં અધોરેખિત ક્રિયાવિશેષણ પ્રકાર જણાવો.
A સ્થળવાચક
B સમયવાચક
C રીતિવાચક
D ક્રમવાચક
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: રીતિવાચક
Q12. વર્ણભેદે અર્થભેદ કરતા શબ્દોમાંથી ખોટો વિકલ્પ શોધો.
A શરત-હોડ, સરત-ધ્યાન
B શાન-આબરૂ, સાન-અક્કલ
C સૂર-દેવ, સુર-અવાજ
D સંકર-ભેળસેળ, શંકર-શિવ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સૂર-દેવ, સુર-અવાજ
Q13. આપેલ સામાસિક શબ્દોમાંથી મધ્યમપદલોપી સમાસ ઓળખાવો.
A દેશપ્રેમ
B શિલાલેખ
C આબોહવા
D સપ્તપદી
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: શિલાલેખ
Q14. કયા શબ્દની રચનામાં મૂળ અંગને પૂર્વ પ્રત્યય લાગેલ છે ?
A સમજણ
B સગવડ
C સફળ
D સચોટ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સચોટ
Q15. કઈ જોડીના બંને શબ્દોમાં સાચી જોડણી પ્રયોજાયેલ છે ?
A ઉર્મિલ — જટીલ
B પ્રતિકૃતિ — પ્રતિક્ષા
C અનુભૂતિ — અનુકૂળ
D શારીરિક — સામાજિક
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: શારીરિક — સામાજિક
Q16. “એ સાંજે અમે બધાં ખૂબ હસ્યાં.” — આ વાક્યનું સાચું પ્રેરકવાક્ય કયું થશે ?
A એ સાંજે મારાથી હસાયું નહીં.
B એ સાંજે અમે બધાં ખૂબ હસતા હતા.
C એ સાંજે નીલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યાં.
D એ સાંજે અમારાથી ખૂબ હસાયું.
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: એ સાંજે નીલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યાં.
Q17. આપેલ વાક્યો પૈકી કયા વાક્યમાં સીમાવાચક નિપાતનો પ્રયોગ થયો છે ?
A હું પણ ત્યાં આવીશ, રામ પણ આવશે.
B પત્રનો જવાબ લખવાની કૃપા કરશોજી.
C એને કેવળ ભણવામાં નહીં, રમવામાં પણ એટલો રસ છે.
D મોડી મોડી પણ તું આવી ખરી !
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: એને કેવળ ભણવામાં નહીં, રમવામાં પણ એટલો રસ છે.
Q18. નીચે આપેલ વાક્યો પૈકી કયા વાક્યમાં વર્તમાન કૃદંતનો પ્રયોગ થયો છે ?
A તે આવવાનો હતો, હમણાં આવશે.
B વેચેલાં પુસ્તકોના પૈસા આવી ગયા.
C વાંચતાં છોકરાં પાસ થઈ ગયાં.
D આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ.
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: વાંચતાં છોકરાં પાસ થઈ ગયાં.
Q19. નીચે આપેલ વાક્યોમાંથી નિષેધવાચક વાક્યનો વિકલ્પ પસંદ કરો :
A વાહ ! આજે તો મજા પડશે.
B તમે અત્યારે જશો કે પછી જશો ?
C મા આવી ને માથા લાવી.
D તમે બધાં એક સાથે બોલશો મા.
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: તમે બધાં એક સાથે બોલશો મા.
Q20. ‘ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભરે રે ?’ — આપેલ પંક્તિમાં રેખાંકિત શબ્દ સર્વનામનો કયો પ્રકાર દર્શાવે છે ?
A સ્થળવાચક સર્વનામ
B સ્વવાચક સર્વનામ
C સમયવાચક સર્વનામ
D જથ્થા/પ્રમાણવાચક સર્વનામ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સમયવાચક સર્વનામ