Q102. નીચે આપેલાં વિધાનોને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો : (અ) માતૃભાષા એટલે માતાની ભાષા, જન્મભૂમિ અને ઉછેરભૂમિની ભાષા. (બ) માતૃભાષા એટલે માતાની સમાન કક્ષાએ મૂકી શકાય એવી ભાષા.
A (અ) સાચું છે અને (બ) ખોટું છે.
B (અ) ખોટું છે અને (બ) સાચું છે.
C (અ) અને (બ) બંને સાચાં છે.
D (અ) અને (બ) બંને ખોટાં છે.
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: (અ) અને (બ) બંને સાચાં છે.
Q103. શિક્ષણ ક્ષેત્રે ‘21મી સદીના કૌશલ્યો’માં નીચેનાં પૈકી શેનો સમાવેશ થાય છે ?
A વિચાર શક્તિ (Critical thinking)
B સર્જનાત્મકતા (Creativity)
C સહકાર અને સંચાર (Collaboration and communication)
D ઉપરોક્ત તમામ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: ઉપરોક્ત તમામ
Q104. માતૃભાષાનો પાયો નબળો હોય તો કઈ મુશ્કેલીઓ સર્જાય છે ?
A અન્ય વિષયોના અર્થગ્રહણની મુશ્કેલી.
B પાઠ્યપુસ્તકો અને સંદર્ભસાહિત્યના ઉપયોગની મુશ્કેલી.
C જુદા-જુદા વિષયોના પાયાના ખ્યાલો કે સંકલ્પના સમજવાની મુશ્કેલી.
D ઉપરોક્ત તમામ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: ઉપરોક્ત તમામ
Q105. ભાષાશિક્ષણના કૌશલ્યોનો સાચો ક્રમ કયો છે ?
A વાંચન, લેખન, શ્રવણ, કથન
B શ્રવણ, કથન, વાંચન, લેખન
C લેખન, વાંચન, કથન, શ્રવણ
D કથન, શ્રવણ, લેખન, વાંચન
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: શ્રવણ, કથન, વાંચન, લેખન
Q106. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને NCF-2023માં કઈ થીમ્સને સર્વાંગી શિક્ષણના સશક્ત સાધન તરીકે રજૂ કરવામાં આવી છે ?
A કોડ સ્વિચિંગ
B ફ્લિપ્ડ ક્લાસરૂમ
C ફ્લેક્સ મોડલ
D ઓનલાઈન અધ્યયન
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: કોડ સ્વિચિંગ
Q107. બાળકના ભાષાવિકાસની શરૂઆત ક્યાંથી થાય છે ?
A શાળા
B સમાજ
C કુટુંબ
D મિત્રો
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: કુટુંબ
Q108. ભાષા શીખવાની પ્રક્રિયામાં કઈ-કઈ બાબતો જરૂરી છે ?
A જન્મજાત ક્ષમતા અને યોગ્ય વાતાવરણ
B ભાષા અનુકરણ, સાહચર્ય અને આંતરસૂઝ
C શારીરિક કસરત
D વિકલ્પ (1) અને (2) બંને
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: વિકલ્પ (1) અને (2) બંને
Q110. “વલણ એટલે કોઈ ખાસ મુદ્દા પ્રત્યે માણસની લાગણીઓ, ગ્રંથિઓ, પૂર્વગ્રહો, વિચારો, માન્યતાઓ, ભય અને ધમકીઓનો સરવાળો” આ વ્યાખ્યા કોણે આપી છે ?
A થર્સ્ટન
B રિન્સ
C ગીલફર્ડ
D આલપોર્ટ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: થર્સ્ટન
Q111. વિદ્યાર્થીઓના ‘વલણ’ માપન માટે કઈ પદ્ધતિ પ્રચલિત છે ?
A લિકર્ટની પદ્ધતિ
B મેથ્યુ આર્નોલ્ડની પદ્ધતિ
C થર્સ્ટન અને લિકર્ટની પદ્ધતિ
D પ્લેટોની પદ્ધતિ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: થર્સ્ટન અને લિકર્ટની પદ્ધતિ
Q112. જે વિશિષ્ટથી સામાન્ય તરફ જાય છે તે કઈ પદ્ધતિ છે ?
A આગમન
B નિગમન
C પ્રત્યક્ષ
D પરોક્ષ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: આગમન
Q113. કવિ અનિલ જોશીના ‘કન્યાવિદાય’ કાવ્યનો આસ્વાદ કરાવવો તે કયા પ્રકારનો હેતુ છે ?
A ભાવાત્મક
B જ્ઞાનાત્મક
C મનોશારીરિક
D સંશયાત્મક
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: ભાવાત્મક
Q114. કોઈ એક વિચાર કે એક મુદ્દાની ચર્ચા કરવી, એનાં ભિન્ન-ભિન્ન પાસાં સમજવા, એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગી થઈ વિચારોની આપ-લે કરે તેને કઈ પદ્ધતિ કહે છે ?
A સેમિનાર
B નિરીક્ષિત
C સ્વાધ્યાય
D વિશ્લેષણ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સેમિનાર
Q115. માતૃભાષા સચોટ, સમૃદ્ધ અને સુંદર બને તે માટે શેનું શિક્ષણ જરૂરી છે ?
A પર્યાવરણ
B ખગોળશાસ્ત્ર
C વ્યાકરણ
D ભૌતિકશાસ્ત્ર
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: વ્યાકરણ
Q116. બાળકને વ્યાકરણ શિક્ષણની ઔપચારિક શિક્ષણ માટે કઈ પદ્ધતિઓ વધુ અનુકૂળ છે ?
A અનુબંધ-આગમન
B નિગમન-અનુબંધ
C ભાષા સંસર્ગ-આગમન
D આગમન-નિગમન
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: આગમન-નિગમન
Q117. નીચેનામાંથી વાંચનના પ્રકારો કયા છે ?
A મુખવાંચન
B મૂકવાંચન
C મુખવાંચન અને મૂકવાંચન બંને
D ઉપરોક્તમાંથી એકપણ નહીં
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: મુખવાંચન અને મૂકવાંચન બંને
Q118. શબ્દકોશક્રમ અનુસાર સાચો વિકલ્પ કયો છે ?
A કિનારો, કૃત્ય, કેળવણ, કંગન
B અંજના, અજગર, સરલું, સ્વદેશ
C ક્ષમા, જમાનો, જ્ઞાની, ટપાલી
D ક્ષત્રિય, ગણપતિ, ગેવડ, જ્ઞાત
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: ક્ષમા, જમાનો, જ્ઞાની, ટપાલી
Q119. નીચેનામાંથી સંયોજક વિના સકળ ઘટકની દ્વિરુક્તિનું ઉદાહરણ ઓળખાવો :
A ઠેરઠેર
B દોડાદોડી
C જુદાજુદું
D અવરજવર
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: ઠેરઠેર
Q120. નીચેનામાંથી તાળવ્ય ઘોષ વ્યંજન કયો છે ?
A જ
B ય
C છ
D ઘ
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: જ
Q121. ઉપસર્ગના ઉપયોગ વિના બનેલો શબ્દ ઓળખાવો.
A અતિશય
B સુગંધ
C વિવશ
D સામાજિક
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: સામાજિક
Q122. નીચે આપેલ શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
A મ્યુનીસીપાલિટી
B મ્યુનિસિપાલિટી
C મ્યુનીસિપાલિટી
D મ્યુનિસીપાલીટી
E અનુત્તરિત પ્રશ્ન
Show answer
Correct answer: મ્યુનિસિપાલિટી